Showing posts with label Namo Saraswati Yojana. Show all posts
Showing posts with label Namo Saraswati Yojana. Show all posts

Wednesday, November 25, 2026

તમારા ખાતામાં નમો લક્ષ્મી અને નમો સરસ્વતીના પૈસા જમા થયા કે નહીં? પાસવર્ડ વગર માત્ર 1 મિનિટમાં ઘરે બેઠા CTS ID થી ચેક કરો!

Namo Lakshmi Yojana Payment Status Check Online Gujarat (CTS ID દ્વારા સ્ટેટસ જુઓ)

ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલી નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત લાભાર્થી વિદ્યાર્થીઓને આર્થિક સહાય સીધી તેમના બેંક ખાતામાં (DBT દ્વારા) ચૂકવવામાં આવે છે. હવે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓ માટે આ સહાયનું પેમેન્ટ સ્ટેટસ જાણવું ખૂબ જ સરળ બની ગયું છે.
સરકારના નવા પેમેન્ટ પોર્ટલ પર કોઈ પણ પ્રકારના યુઝર આઈડી કે પાસવર્ડ વગર માત્ર CTS ID ની મદદથી તમામ વિગતો ઓનલાઈન જોઈ શકાય છે.

આ પોર્ટલ પરથી કઈ-કઈ માહિતી મળશે?
  • કુલ જમા થયેલ રકમ: અત્યાર સુધીમાં યોજના હેઠળ વિદ્યાર્થીના ખાતામાં કુલ કેટલા રૂપિયા જમા થયા છે તેની સંપૂર્ણ વિગત.
  • બેંક ખાતાની વિગત: સહાયની રકમ કઈ બેંકના અને કયા ખાતા નંબરમાં ટ્રાન્સફર થઈ છે તેની ચોક્કસ જાણકારી.
  • પેમેન્ટ અટકવાનું કારણ: જો કોઈ મહિનાનો હપ્તો જમા ન થયો હોય, તો તે કયા કારણસર અટક્યો છે (દા.ત., શાળામાં 80% થી ઓછી હાજરી, આધાર સીડિંગ/NPCI મેપિંગ બાકી હોવું વગેરે) તેનું સ્પષ્ટ કારણ જાણી શકાય છે.

ઓનલાઈન પેમેન્ટ સ્ટેટસ ચેક કરવાની રીત (Step-by-Step)
  • સૌ પ્રથમ તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં સત્તાવાર પેમેન્ટ પોર્ટલ ખોલો.
  • હોમપેજ પર વિદ્યાર્થીનો 18-અંકનો CTS ID (Child Tracking System ID) દાખલ કરો. (નોંધ: આ પોર્ટલ પર લોગ-ઈન કરવા માટે કોઈ પાસવર્ડની જરૂર નથી).
  • વિગતો સબમિટ કરતા જ સ્ક્રીન પર વિદ્યાર્થીના નામ સાથે મહિનાવાર પેમેન્ટનું સંપૂર્ણ સ્ટેટસ ખુલી જશે.

નોંધ : જો વિદ્યાર્થી કે વાલી પાસે 18-અંકનો CTS ID ન હોય, તો તેઓ પોતાની શાળાનો સંપર્ક કરીને આ નંબર મેળવી શકે છે. જો સ્ટેટસમાં બેંક ખાતા કે હાજરી સંબંધિત કોઈ ત્રુટિ દેખાય, તો તાત્કાલિક શાળા અથવા બેંકનો સંપર્ક કરી સુધારો કરાવી લેવો જેથી બાકી રહેલ સહાય જમા થઈ શકે.

મહત્વપૂર્ણ લિંક્સ (Important Links)
·