Gujarat Rojgar Samachar Weekly E-Paper
આજના સ્પર્ધાત્મક યુગમાં સરકારી નોકરી મેળવવી એ લાખો યુવાનોનું સપનું હોય છે. પરંતુ સાચી માહિતીના અભાવે ઘણીવાર સારી તકો હાથમાંથી નીકળી જાય છે. ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત થતું 'ગુજરાત રોજગાર સમાચાર' અંક એ દરેક ઉમેદવાર માટે એક માર્ગદર્શક દીવાદાંડી સમાન છે.
રોજગાર સમાચાર શું છે?
ગુજરાત રોજગાર સમાચાર એ ગુજરાત સરકારના માહિતી નિયામક દ્વારા દર અઠવાડિયે (સામાન્ય રીતે બુધવારે) પ્રસિદ્ધ કરવામાં આવતું સાપ્તાહિક છે. તેમાં માત્ર રાજ્ય સરકારની જ નહીં, પરંતુ કેન્દ્ર સરકાર અને અર્ધ-સરકારી સંસ્થાઓની ભરતીની સત્તાવાર વિગતો હોય છે. આ ઉપરાંત અરજીઓના નમૂનાઓ, સામાન્ય જ્ઞાન (GK) અન્ય ઉપયોગી માહિતી પ્રસિદ્ધ કરવામા આવે છે. ઇન્ટરનેટના આ યુગમાં બધા સમાચારપત્રોની જેમ આ રોજગારલક્ષી સમાચારપત્ર પણ ઓનલાઇન ઉપલબ્ધ છે.
ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે 'રોજગાર સમાચાર' એ સૌથી વિશ્વસનીય સ્ત્રોત છે. આ વેબસાઇટમાં અમે તમને આ અઠવાડિયાની તમામ મહત્વની ભરતીઓ અને રોજગાર સમાચારના લેટેસ્ટ અંક વિશે માહિતી આપીશું. CareerGujarat.com વેબસાઇટ પર ગુજરાત રોજગાર સમાચારના નવા અંકો તેમજ જુના અંકો પણ ઉપલ્બધ છે.
Gujarat Rojgar Samachar is the most trusted employment newspaper for job seekers across the state. Published every Wednesday by the Information Department of Gujarat, it provides authentic updates on government job vacancies, exam schedules, and results. If you are an aspirant for GPSC, GSSSB, Police Bharti, or any other Gujarat competitive exam, reading this weekly paper is essential.
