Thursday, January 23, 2025

શિક્ષણ બોર્ડે દ્વારા ધો.10-12ની બોર્ડની પરીક્ષાના અન્વયે વિદ્યાર્થીઓ માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર

·
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી 27 ફેબ્રુઆરી 2025 થી બોર્ડની પરીક્ષા શરુ થવાની છે, ત્યારે ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની જાહેર પરીક્ષા માટે વિદ્યાર્થી, વાલી તેમજ શાળાને માર્ગદર્શન માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવેલ છે. આ હેલ્પલાઇનમાં એક્ષ્પર્ટ કાઉન્સેલર તેમજ સાયકોલોજીસ્ટ ધ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. તા. 27 જાન્યુઆરી 2025 થી તા. 17 માર્ચ 2025 દરમ્યાન આ સુવિધા કાર્યરત રહેશે.

શિક્ષણ વિભાગે જાહેર કરેલો બોર્ડની પરીક્ષાનો ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ છે. જેમાં બોર્ડની પરીક્ષા સંબંધિત મુંઝવણને લઈને વિદ્યાર્થી, વાલીઓ કે શાળા જણાવેલા ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર પર સવારે 11 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકશે.


  • ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર : 1800 233 5500
  • હેલ્પલાઇનનો સમય : સવારે 11:00 થી સાંજે 6:00
Subscribe to this Blog via Email :